કાલોલના પરૂણા ગામે ગોમા નદીમાં રેતીની લીઝમાં રેતી કાઢવા માટે પૂજાવિધી દરમિયાન ઈસમો મારમારી 69 હજારની મત્તાની લુંટ કરતાં ફરિયાદ


કાલોલ,
કાલોલ તાલુકાના પરૂણા ગામે ગોમા નદી તટ પાસે બ્લોક નં. બી-2 સરકારી ધારાધોરણ મુજબ મેળવેલ હોય અને લાભ પાંંચમના દિવસે રેતી કાઢવાની કામગીરી શરૂ કરતા પહેલા પૂજાવિધી માટે ફરિયાદી અને અન્ય લોકો સાથે કરતા હતા. ત્યારે આરોપીએ લાકડી સાથે આવી ગડદાપાટુનો મારમારી 69,000/-રૂપીયાની મત્તાની લુંટ કરી બાઈકને નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.


પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ તાલુકાના પરૂણા ગામે ગોમા નદીના પટમાં બ્લોક નં. બી-2 સરકારી ધારાધોરણ મુજબ આરીફ ઈબ્રાહિમ ધંત્યાએ મેળવેલ હોય અને તેનો વહિવટ વનરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલને આપેલ હતી. 29 ઓકટોમ્બરના રોજ લાભ પાંચમના દિવસે રેતી કાઢવાની કામગીરી શરૂ કરવાનું હોય જેથી વનરાજસિંહ બ્લોક બી-2 માં પૂજાવિધી કરવાના હતા. દરમિયાન આરોપીઓ કિરીટસિંહ પરમાર, વિનોદભાઈ પરમાર, પર્વતભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, ગુલાબભાઈ પરમાર, રાજેશભાઇ પરમાર, પૃથ્વીસિંહ પરમાર, વિપુલભાઈ પરમાર, સુનિલભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર, દશરથભાઈ પરમાર સાથે લાકડીઓ સાથે દોડી આવી ગડદાપાટુનો મારમારી પગમાં ઇજાઓ પહોંચાડી વનરાજસિંહનો મોબાઇલ ફોન, સોનાની ચેઈન, સોનાની વીંટી, રોકડા રૂપીયા 9,000/- મળી કુલ 69,000/-રૂપીયાની મત્તાની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.