કાલોલ તાલુકાના વરવાળા પંચાયતના પાધરદેવી ગામમાં ધો-1 થી 5 સુધીની પ્રાથમિક શાળાના બે વર્ગખંડો વર્ષ-2014થી જર્જરિત બની જતાં નવા વર્ગખંડો બનાવવાની રજુઆતો છતાં પાછલા વર્ષોથી શાળાના ગામના એક નાગરિકના ધરઆંગણે બેસીને ભણવાનો વારો આવ્યો છે.તેવી દારૂણ સ્થિતિની ધટના સામે આવતા સરકારની શિક્ષણનિતી અને તાલુકાની રાજનિતી અંગે સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના પાધરદેવી ગામમાં પાછલા બે વર્ષોથી ધો-1 થી 5ના 48 જેટલા બાળકો ફળિયામાં એક મકાનના ઓટલામાં બેસીને ભણી રહ્યા છે. પાંચેય વર્ગના 48 બાળકો વચ્ચેના બે શિક્ષકો ધણીવાર સંયુકત, ધણીવાર એક ઓટલાના બે ભાગમાં વહેંચીને શિક્ષણ પીરસી રહ્યા છે. જયાં પાંચેય વર્ગના બાળકો શુ ભણતા હશે ને કેવુ ભણતા હશે એ તંત્ર પણ જાણે છે કે કેમ એ કોયડો બની ગયો છે. શાળાના આચાર્યના જણાવ્યાનુસાર ગામની જુની પ્રાથમિક શાળાના બે વર્ગખંડો વર્ષ-2012થી ખંડિત અને જર્જરિત બની ગયા છે.
જે જર્જરિત વર્ગખંડોની રજુઆત અને તાંત્રિક વિધિને અનુરૂપ 2013-14થી વર્ગખંડોને ડિસ્મેન્ટલ કરવાની પરમીશન પણ આપવામાં આવી હતી. તદ્ઉપરાંત તાલુકા વિભાગીય ખાતા દ્વારા નવા બે વર્ગખંડો બનાવવાની કાગળ પર મંજુરી પણ આપી દીધી હોવાની જાણકારી મળે છે. તેમ છતાં નવા વર્ગખંડોની બની જશે એવી આશા પાછલા દસ વર્ષોથી જુના વર્ગખંડોમાં શાળા ચાલુ રાખી હતી. સ્થાનિક શિક્ષણતંત્રના અધિકારીઓ અને રાજકિય અગ્રણીઓને રજુઆતનુ પરિણામ શુન્ય આવ્યુ છે. શાળાનો મઘ્યાહન ભોજન ખંડ હાલ જુની શાળાના જર્જરિત ખંડમાં પુરવઠો ગોઠવીને બનાવવામાં આવે છે. અને ત્યાંથી ભોજન બનાવીને મકાનના ઓટલા પર ભણતા બાળકોને ભોજન આપવામાં આવે તેવી વરવી વ્યવસ્થા હાલ ચાલી રહી છે.