કાલોલ,\ કાલોલ તાલુકાના પાધરદેવી થી વરવાડા ગામ જતા રસ્તા પહેલા રાત્રીના સમયે જાહેર રોડ ઉપર ટ્રેકટર ટ્રોલીની ડાબી સાઈડમાં દિશા સુચક નિશાની મુકયા વગરનુંં હોય જેને લઈ બાઈક લઈને પસાર થતાંં ચાલક ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાઈ જતાં ગંંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના પાધરદેવી થી વરવાડા ગામ જતા રસ્તા પહેલા જાહેર રોડ ઉપર રાત્રીના સમયે ટ્રેકટર નંબર જીજે.17.બીએ.3063 અને ટ્રોલીના માલિક અખ્તરખાન પઠાણ પોતાનું ટ્રેકટર ટ્રોલી રાત્રીના સમયે જાહેર રોડ ઉપર ડાબી સાઈડમાંં કોઈ દિશા સુચક નિશાન મુકયા વગરનુંં હોય ટ્રેકટર માલિક જાણતા હોય કે દિશા સુચર રિપ્લેકટર વગરના ટ્રોલી ટ્રેકટર સાથે અથડાઈ શકે છે. તેમ છતાં રોડ ઉ5ર ર્પાક કરેલ હોય આ ટ્રોલી સાથે રાત્રીના સમયે પ્લેટીના બાઈક નં.જીજે.બીએફ.9690ના ચાલક અશ્ર્વિનભાઇ બળવંતભાઈ બારીયા અથડાઈ જતાં ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.