કાલોલ,
કાલોલ તાલુકાના નવાગામ રીંછીયા ગામે ચલાલી રોડ ઉપર ખુલ્લા ખેતરમાં કત્તલના ઈરાદે ગોંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી 12 ગૌવંશને બચાવી લેવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ વેજલપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામ રીછીંંયા ગામ ચલાલી રોડ ઉપર ખુલ્લા ખેતરમાં મોહમંંદ હનીફ ઉર્ફે જાબર ઝફરીયો તેને કતલ કરવાના ઈરાદે ગૌવંંશ ગોંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 3-ગાયો, બળદ નંગ-3, વાછરડું નંગ-1, વાછરડી નંંગ-1 મળી 12 ગૌવંંશ કિંમત 1,45,000/-રૂપીયાને બચાવી લેવામાં આવ્યા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.