- 576 નંગ પ્લાસ્ટિક ક્વાર્ટર રૂા. 66,240/ તથા કાર રૂા. 3 લાખ મળી રૂા.3,66, 240 મુદ્દા માલ કબ્જે કર્યો.
જીલ્લા માંથી પ્રોહિબિશનની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે માટે અસરકાર કામગીરી કરવા માટે ઉચ્ચઅધિકારીઓના માર્ગદર્શન અને સૂચના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સી.બી.બરંડાને ચોક્કસ બાતમી મળેલ કે, નાની શામળદેવી ગામે દાદાવાળા ફળિયામાં રહેતો દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર તેના ઘર આગળ સિલ્વર કલરની એકસયુવી કારમાં ગાડી નંબર GJ-24-K-6212માં ઇંગ્લિશ દારૂ ભરી મુકેલ છે. જે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી રેડ કરતા 180મિલીના 576 નંગ પ્લાસ્ટિકના વિદેશી દારૂ ભરેલ કવાટર રૂા. 66,240/તેમજ એકસયુંવી કાર રૂા. 3,00,000/ કુલ મળીને રૂા. 3,66,240/નો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્રનો કેસ શોધી કાઢી પ્રોહી કલમો હેઠળ ગુનો નોધી દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમારને ઝડપી પાડી આગળની કાર્યવાહી સિનિયર પી.એસ.આઈ. સી.બી.બરંડા એ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.