કાલોલ, કાલોલ તાલુકાના નાની કાનોડ ગામે રહેતા 20 વર્ષીય યુવાન રાજદીપ દશરથભાઈ ચૌહાણ ગત ગુરૂવારના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની દવા પી જતા તેઓને દવા સારવાર માટે ગોધરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે શુક્રવારના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતો. જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા આઈસીયુ વોર્ડમાં સારવાર દરમિયાન શનિવારના રોજ તેઓનું મરણ થયું હતું. જે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ મનુસિંહ રામસિંહે એ કાલોલ પોલીસ મથકે જાણ કરાવતા કાલોલ પોલીસે જાણવા જોગ નોંધ કરી સીઆરપીસી કલમ 174 મુજબ તપાસ હાથ ધરી છે.