કાલોલ, કાલોલ તાલુકાના મહેલોલ હાઈવે રોડ ઉપર બાઈક સવાર પુરઝડપે પસાર થતી હોય પુલ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં ગંભીર ઈજાઓ થતાં દવા સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડતા ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાયા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મહેલોલ હાઈવે રોડ ઉપર કમલેશ મોહનભાઈ વાળંદ ઉ.વ.36 પોતાની બાઈક નંબર જીજે.17.એએલ.8020 લઈને વેજલપુર થી મહેલોલ જઈ રહ્યા હતા. દરમિયાન મહેલોલ પુલ પાસે બાઈક સ્લીપ ખાઇ જતાં બાઈક ચાલક કમલેશભાઈને ગંભીર ઈજાઓ થતાં ગોધરા સિવિલમાં સારવાર માટે લવાતા હાજર તબીબ દ્વારા ઈજાગ્રસ્તને મૃત જાહેર કરવામાં આવ્યા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.