કાલોલના મલાવ નજીક પાણી પુરવઠા વિભાગની અંંડર ગ્રાઉન્ડ સંપમાં પથ્થર તોડવા બ્લાસ્ટીંગ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો

કાલોલ, કાલોલ તાલુકાના મલાવ ગામ નજીક પાણી પુરવઠા વિભાગના અંડર ગ્રાઉન્ડ પાણીના સં5ની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા પથ્થર તોડવા માટે બ્લાસ્ટીંગ કરવામાં આવતાં ભયંકર ધડાકો થતાં ગ્રામજનોના જીવ તાળવે ચોંકી ગયા.

કાલોલ તાલુકાના મલાવ ગામ નજીક પાણી પુરવઠા વિભાગની અંંડર ગ્રાઉન્ડ પાણીના સં5 માટે ટાંકીની કામગીરી કરાઈ રહી છે. પાણીના સંંપની કામગીરી દરમિયાન પથ્થર તોડવા માટે કોન્ટ્રાકટર દ્વારા ટોટા મૂકીને બ્લાસ્ટીંગ કરાયું હતું. અચાનક મોટો ધડાકો થતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને આ ધડાકો શેનો છે. તેને લઈ જીવ તાળવે ચોરી ગયા હતા. મલાવ નજીક અચાનક પાણીના સં5ની કામગીરી માટે બ્લાસ્ટીંગ કરવા માટે જે સાધનો અને ટોટાનો ઉ5યોગ કરવામાં આવ્યો છે. ત્યારે બ્લાસ્ટીંગ માટે લાયસન્સ ધરાવતા વ્યકિત દ્વારા અને પરમીશન હતી કે કેમ? સંપ બનાવતી વખતે પથ્થર તોડવા માટે મંજુરી લેવામાં આવી છે કે કેમ ? તેવા અનેક પ્રશ્ર્નો ઉભા થવા પામ્યા છે.