કાલોલ તાલુકાના મહાદેવની મુવાડી ગામના ખેતરમાં પાઈપ વડે સાપને ખેદડતા સમયે વીજ થાંભલાથી લાગેલા વીજ કરંટથી યુવકનુ મોત નીપજયું હતુ.
કાલોલ તાલુકાના ખડકી ગ્રામ પંચાયતના મહાદેવની મુવાડી ગામના પ્રહ્લાદ દિલીપભાઈ ગોહિલ(ઉ.વ.21)તેમના કાકા સાથે નજીકના પીલવાની મુવાડી ગામની સીમના ખેતરમાં વસવાટ કરતા હોય ખેતરના મકાન પાસે કોઈ ઝેરી સાંપ જોવા મળતા મકાન પાસેથી સાપને ખેદડવા કે મારવાની કોશિશો દરમિયાન સાપ વીજ થાંભલા પાસે ધુસી જતાં સાપને ખેદડવા જતાં પ્રહ્લાદ ગોહિલના હાથની લોખંડની પાઈપનો વીજ થાંભલાને સંપર્ક થતાં વીજ કરંટ લાગતા પ્રહ્લાદ ગોહિલનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. પ્રહ્લાદના પિતા ના હોય તે વિધવા માતાનો સહારો અને પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. બનાવ અંગે વેજલપુર પોલીસ અને એમજીવીસીએલ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોત અન્વયે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.