કાલોલ, કાલોલ-હાલોલની હદ વિસ્તારમાં મધવાસ અને મધસારની જમીનોને આદ્યોગિક એકમમાં ફેરવી હાલ શ્રમિકો અને વેતન મળી રહે તેવા ઉમદા વિચારો સાથે જી.આઈ.ડી.સી તૈયાર કરી ઉદ્યોગિક એકમો વિકસાવવામાં આવી રહ્યા છે. પરંતુ આવા ઉદ્યોગોમાં સ્થાનિક શ્રમિકોને વેતન મેળવવા માટે અનેક મુશ્કેલીઓ પણ સજાતી હોય છે. જે પૈકી મધવાસ પાસે આવેલ સત્યમ ઓટો કોર્પોનેસ્ટ લિમિટેડ કંપનીનો પણ સમાવેશ થાય છે. સત્યમ ઓટો કોમ્પોનેસ્ટ લિમિટેડમાં ઓટો પાર્ટસ મેન્યુફેન્ચુરિરઈન કરવાનાં ઔદ્યોગિક એકમમાં ચાલતા વર્મા, દુર્ગા, ગણેશ, મનીષા, અને આમર્સ, નામ નાં કોન્ટ્રાકટ ચાલી રહ્યાં છે. જેમાં અંદાજીત 230 કામદારો કામ કરી રહ્યાં છે.
જે પૈકીના 25 જેટલાં કામદારોને કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર કરી દેવાતાં રોષે ભરાયેલા કામદારોએ તાત્કાનીન કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને રજુઆત કરી હતી. જેના પગલે કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કામદારોના પ્રશ્નોને હલ કરવા કાલોલ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયેલ કામદારો અને કંપનીના જવાબદાર માણસો સાથે વાતાઘાટો કરી 25 કામદારોનાં પરિવારની રોજીરોટી છીનવાઈ નહીં તે માટે રજુઆત કરી પુન: કામદારોને નોકરી પર લેવા જણાવ્યું હતું. 25 કામદારોને પુન: લેવા માટે આનાકાની કરતાં કંપનીના મેનેજમેન્ટ સાથે 2 કલાકની ચર્ચા વિચારણાઓ બાદ મામલોઠારે પડતાં પુન: કામદારોને કામ પર લેવાનો નિર્ણયલેવાયો હતો. જોકે, અગાઉ પણ આજ કંપનીમાં દિવાળી સમયે કામદારોને મળવાપાત્ર બોનસ બાબતે વિવાદ સર્જાતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ મામલને શાંત કર્યો હોવાનું કામદારોઓ જણાવી રહ્યાં હતાં.