કાલોલના મઘાસર ચોકડી પાસે બાઈક ટ્રકમાં ધુસી જતા ચાલકનુ મોત

કાલોલ, કાલોલ તાલુકાના કાનોડ ગામનો અશ્ર્વિનભાઈ દિલીપભાઈ ચોૈહાણ અને જયદિપ ભુપેન્દ્રભાઈ ચોૈહાણ બંને હાલોલ-કાલોલ હાઈવે સ્થિત મઘાસર ચોકડી પાસેની નવી જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરતા હોય બંને કંપનીમાં નાઈટ શીપમાં નોકરી કરી સવારે પોતાની મોરટસાયકલ લઈ ધરે પરત ફરતા હતા દરમિયાન મધવાસ ચોકડી પરથી કાલોલ તરફ જતા રોંગ સાઈડમાં બેદરકારીપુર્વક તેમની મોટરસાયકલ ગફલતભરી રીતે હંકારી જતા તે સમયે સામેથી આવતી એક ટ્રકની ખાલી સાઈડમાં ધુસી જતા મોટરસાયકલ પર સવાર બંને મિત્રો રોડ પર પટકાયા હતા. આ બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે હાલોલ રેફરલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ચાલક અશ્ર્વિનને માથામાં પહોંચેલી ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જે અકસ્માત અંગે કાલોલ પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.