કાલોલ, કાલોલના લાલ દરવાજા પાસે પલ્સર બાઈકના ચાલકને બાઈક ચાલકે અકસ્માત સર્જી ચાલક અને પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચાડી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલના લાલ દરવાજા હાઈવે રોડ ઉપરથી પલ્સર બાઈક નં.જીજે.17.સીજી.2099ના ચાલક હાલોલ નોકરી ઉપર જઈ રહ્યા હતા. સ્પ્લેન્ડર નંબર જીજે.06.એમપી.6060ના ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી અશ્ર્વિનભાઈ તથા રાજુભાઇની બાઈક સાથે અકસ્માત કરી અશ્ર્વિનભાઈના કપાળના ભાગે હાથના ભાગે ઈજાઓ કરી તેમજ રાજુભાઈને પગના ભાગે ઈજાઓ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.