- કંપની માલિક અને મેનેજરને ત્રણ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાનું અલ્ટીમેન્ટન આપ્યું.
કાલોલ,
કાલોલના ખરસાલીયા ખાતે આવેલ સુબ્રમનીયમ સ્લીપર કંપની દ્વારા 2015 થી કાયમી કરેલ 94 કામદારોને અચાનક લે-ઓફ માટેની નોટીસ કંપની બહાર લગાવી દેતાં કામદારો દ્વારા કંપની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કામદારો પોતાના હકક માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે કાલોલ ધારાસભ્ય દ્વારા સ્લીપર કંપનીમાં આવી હાજર વ્યકિત સાથે વાતચીત કરી ત્રણ દિવસમાં યોગ્ય કાર્યવાહી માટે અલ્ટીમેન્ટ આપવામાં આવ્યું.
કાલોલના ખરસાલીયા ખાતે સુબ્રમનીયમ સ્લીપર કંપની દ્વારા કંપનીમાં 2015 થી કાયમી કરેલ 94 જેટલા કામદારોનેં અચાનક લે-ઓફ માટેની નોટીસ કંપની બહાર લગાવી દેતાં કામદારો દ્વારા કંપની બહાર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લીગલ અને કામદાર એસોશીએશન દ્વારા કંપનીના માલિક સાથે વાત કરવામાં આવી હતી અને લે-ઓફ પર મુકવામાં આવેલ કંપનીના નિયમનો વિરોધ કરવામાં આવ્યો હતો. કંપનીના મેનેજર સાથે વાત કરવામાંં આવી હતી કે, કાયમી કામદારોને જાણ કર્યા વગર 94 કામદારોના નામ સાથે નોટીસ બોર્ડ ઉપર લગાડવામાંં આવી હતી. તેની જાણકારી કામદારોને થતાં કંપની દ્વારા લે-ઓફ ઉપર કામદારો માટે નિયમો બનાવવામાંં આવ્યા તેનો વિરોધ કર્યો હતો. ત્યારે બીજી તરફકંપનીમાં કોન્ટ્રાક ઉપર લીધેલા કામદારો દ્વારા કામગીરી ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. કાયમી કામદારોને લે-ઓફ ઉપર મુકવામાં આવ્યા છે. તેમ જણાવવામાં સુબ્રમનીયમ કંપની દ્વારા કાયમી કામદારો સાથે શોષણ કરવામાંં આવે છે. બે વર્ષથી યુનિફોર્મ અને બુટ પણ આપવામાં આવેલ નથી. એક તરફ કામદારોનું શોષણ ન થાય તેમજ યોગ્ય સવલતો અને સલામતી મળે તે માટે મજુર કાયદાઓ ધડવામાં આવ્યા છે. તેમ છતાંં ખરસાલીયા સુબ્રમનીયમ કંપની દ્વારા મનમાની ચલાવી વર્ષો પહેલા ઓછા વેતનમાં કામ કરી કાયમી કરેલ કામદારો કોઈપણ જાતની જાણ કર્યા વગર લે-ઓફ ઉપર મુકતા કામદારોનો વિરોધ શોષણ ન થાય. કાલોલ ખરસાલીયા ખાતે આવેલ સ્લીપર કંં5ની દ્વારા 94 કાયમી કામદારોને નોટીસ આપ્યા વગર લે-ઓફ ઉપર છુટા કરી દેવામાં આવતાંં સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કામદારોને પડખે આવ્યા છે અને સ્લીપર બનાવતી કંપનીની મુલાકાત લીધી હતી. કંપનીમાં હાજર વહીવટી વ્યકિતઓ સાથે વાતચીત કરતાં ધારાસભ્યને સંતોષકારક જવાબ નથી મળતાં ધારાસભ્ય એ ત્રણ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી કરી કામદારોને ન્યાય અને હકક મળે તેવી કાર્યવાહી કરવાનું અલ્ટીમેન્ટ આપવામાં આવ્યું.