કાલોલના ખંડોળી ગામે જમીન ભાગે આપવાના મામલે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના ખંડોળી ગામે રહેતા ફરિયાદીના ધરે આરોપી ઈસમો આવીને અમારા ભાગની કણેરીયા ગામની જમીન કેમ ભાગે આપી તેમ કહેતા તમારા ભાગની નહિ પણ અમારી જમીન ભાગે આપી છે. તેમ કહેતા આરોપી ઈસમો ધારીયું છોકરાના હાથે મારી ઈજાઓ કરી છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના ખંડોળી ગામે રહેતા અદાભાઈ બાધરભાઈ પરમારના છોકરા અરવિંદને આરોપી ઈસમો સુરેશભાઈ શિખાભાઈ પરમાર, સુમિત્રાબેન સુરેશભાઇ પરમાર, લાલાભાઈ ધરે આવીને કણેરીયા ગામની અમારા ભાગની જમીન ભાગે કેમ આપી છે. તેમ કહેતા તમારી નહિ અમારા ભાગની જમીન ભાગે આપી છે. તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી અરવિંદને હાથના પંજામાં ધારીયું મારી ઈજાઓ કરી ગડદાપાટુનો મારમારી અરવિંદને જીવતો નહિ છોડીએ જાનથી મભભારી નાખીશું તેવી ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.