કાલોલના ખેડોલી ગામે ઉર્સના મેળામાંથી બાઈક લઈ પરત ફરતા છકડા ચાલકે ટકકર મારતા બાઈક ચાલકનુ મોત

કાલોલ, કાલોલ તાલુકાના ખડોલી ગામે રોડ ઉપર પાંડુ ગામે ઉર્સના મેળામાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા છકડો રિક્ષાના ચાલકે પોતાનુ પુરઝડપે હંકારી લાવી અને મોટરસાયકલને ટકકર મારી ફરિયાદીના છોકરાને માથા અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી તેમજ તેના મિત્રને ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલના આશિયાની સોસાયટીમાં રહેતા મહંમદ મુબીન વાહીદખાન પઠાણના પુત્ર ફઈમ અને તેનો મિત્ર અલી આલમ સાથે પોતાની બાઈક નં.જીજે-06-એચએન-2514લઈને કાલોલથી પાંડુ ગામે દરગાહ ઉપર ઉર્સના મેળામાં ગયેલ હતા. અને રાત્રિના 9 વાગ્યાના સમયે પરત ફરતા હતા ત્યારે ખેડોલી ગામ પાસે સામેથી આવતા છકડો રિક્ષા નં.જીજે-07-એચટી-0704ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક સામે અથડાવી બાઈક ચાલક ફઈમને માથાના ભાગે તેમજ મોઢાના ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નીપજાવી તેમજ તેના મિત્ર અલી આલમને ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.