કાલોલના ખડકી છગનની મુવાડી ગામે 21 વર્ષિય યુવતિને ઈલેકટ્રીક મોટર ચાલુ કરતા કરંટ લાગતા સારવાર દરમિયાન મોત

કાલોલ તાલુકાના ખડકી છગનની મુવાડી ગામે 21 વર્ષિય યુવતિ પોતાના નવા બનતા ધરના બીમને પાણી છોડવા માટે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો હતો જેને દવા સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના ખડકી છગનની મુવાડી ગામે રહેતા સંગીતાબેન રયજીભાઈ ગોહિલ(ઉ.વ.21)પોતાના નવા બનતા મકાનના બીમ થયેલ હોય આ બીમમાં પાણી છાંટવા માટે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતા દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.