કાલોલના કાતોલ ખાતે ખાનગી કંપનીના કામદારોને છુટા કરી દેવાતા વિરોધ પ્રદર્શન

કાલોલ, કાલોલ-હાલોલ હાઈવે સ્થિત કાતોલ ખાતે આવેલ ખાનગી કંપનીમાંથી 11 જેટલા કોન્ટ્રાકટ કામદારોને કોઈ કારણોસર છુટા કરાતા તમામ કામદારોએ કંપની ગેટ પર હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કરતા કંપની મેનેજમેન્ટે સમાધાનનો માર્ગ અપનાવતા મામલો થાળે પડ્યો હતો.

કાતોલ ગામ પાસે આવેલી સેટકો કંપનીના 11 જેટલા કોન્ટ્રાકટ કામદારોને અચાનક છુટા કરી દેવાતા તમામ કામદારોએ કંપનીના ગેટ પર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કર્યા હતા. જેથી કામદારો તરફથી કરણી સેનાના અઘ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્યના બે પ્રતિનિધિઓએ કંપની મેનેજમેન્ટ સાથે વાટાધાટો કરતા મઘ્યસ્થતાથી છુટા કરેલા 11 કામદારોને પરત લેવાતા મામલાનો સુખદ અંત આવ્યો હતો.