કાલોલના કાતોલ ગામે પોતાની જમીન ખેડાણ કરતાં વ્યકિતને ચાર ઈસમો મારમારતાં ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકા કાતોલ ગામે પિયરની ખેતીની જમીનમાં પોતાના ભાગના ટે્રકટરથી ખેડાણ કરતા હોય ત્યારે ચાર આરોપી ઈસમોએ ઉશ્કેરાઈ અંજર લઈ આવી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના કાતોલ ગામે ફરિયાદી લીલાબેન રમેશભાઈ પરમારની પિયરની ખેતીની જમીન આવેલ હોય આ જમીનના ભાગમાં રમેશભાઈ પરમાર ટ્રેકટરથી ખેડાણ કરાવતા હોય ત્યારે આરોપીએા રમેશ રાયસિંગભાઈ પરમાર, નગીનભાઈ બળવંતભાઈ પરમા કાળુભાઈ રંગીતભાઈ પરમાર, ભાનુબેન બળવંતભાઈ પરમાર ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે ઢીંચણ અને હાથના ભાગે મારમારી તેમજ કાળુભાઈ પરમાર હાથમાં અંજર લઈ આવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.