કાલોલના કાનોડ ગામેથી બાઈક ઉપર પરત ફરતા દંપતિ પૈકી પત્નીને ભેંસે સીંગડુ મારતાં ઈજાઓ સારવાર દરમિયાન મોત

કાલોલ, કાલોલ તાલુકાના કાનોડ ગામે મોટર સાયકલ ઉપર વાસણા કોતરીયા ગામે પતિ સાથે પથરીની દવા લેવા માટે આવ્યા હતા. દવા લઈને ખડકી ગામે આવતા તે વખતે રસ્તામાં ભાદરોલી મહાકાળી મંદિર પાસે ભેંસે મહિલાને સીંગડું મારી નીચે પાડી દેતા ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના કાનોડ ગામે શૈલેષભાઈ મકવાણા અને તેમના પત્ની સંગીતાબેન સાથે વાસણા કોતરીયા તા.વડોદરા ખાતેથી બાઈક નંં. જીજે.17.સીસી.1028 લઈને પથરીની દવા લેવા આવ્યા હતા. દવા લઈને પરત પિયરમાં ખડકી ગામે આવતા હતા. ત્યારે રસ્તામાં ભાદરોલી મહાકાલી મંદિર આગળ રોડ ઉપર જતા હતા. ત્યારે ભેંસના ટોળા માંથી ભેંસે સંગીતાબેનને સીંગડું મારી નીચે પાડી દેતાં ગંભીર ઈજાઓ થતાં દવા સારવાર માટે ખસેડયા હતા. ત્યાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.