કાલોલના કાલત્રા ગામે બી.બી.સી. બ્રિકસમાં 25 વર્ષીય શ્રમજીવી એ ઝેરી દવા પી જતાં મોત

કાલોલ,કાલોલ તાલુકાના કાલત્રા ગામે આવેલ બી.બી.સી. બ્રિકસના ભઠ્ઠામાં મજુરી કરતાં 25 વર્ષીય યુવાને ભઠ્ઠામાં આવેલ ઝુપડામાં અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના કાલત્રા ખાતે આવેલ બી.બી.સી.બ્રિકસમાં કામ કરતાં શ્રમજીવી રાજેશભાઈ પાંગળાભાઈ ભુરીયા ઉ.વ.25 ( રહે. વાંસીયા ડુંગર, ધાનપુર) ભઠ્ઠામાં આવેલ ઝુંપડામાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.