કાલોલના કાતોલ ઈનોસ કંપની સામેથી પસાર થતાં બાઈક ચાલકને અજાણ્યા વાહને ટકકર મારતા મોત

કાલોલ તાલુકાના કાતોલ ગામે હાઈવે રોડ ઉપર ઈનોસ કંપની પાસેથી બાઈક ચાલક રતનપુર ગામે જતા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને મોત નીપજાવતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા જશવંતભાઈ જેંતિભાઈ વણકર(ઉ.વ.36)બાઈક લઈને કાતોલ ગામે પાઠમાં આવ્યા હતા. અને બાઈક નં.જીજે-17-બીએમ-0442 લઈને પાઠ પુરો થતાં રતનપુર ગામ જવા માટે નીકળેલ હતા ત્યારે ઈનોસ કંપની સામે રાત્રિના સમયે કોઈ હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહનચાલકે બાઈકને ટકકર મારી ચાલક જશવંતભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નીપજાવેલ હોય આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.