કાલોલના ઘુસર ગામે ગોમા નદીમાં રેતી ખનન કરતાં ભુમાફિયાઓને ખાણ-ખનિજ વિભાગ અને પોલીસે રેઈડ કરી ૧૭ ટ્રેકટર સહિત ૮૦ લાખનો મુદ્દામાલ ઝડપ્યા

કાલોલ,
કાલોલ તાલુકાના ઘુસર ગામ ગોમા નદી માંથી ભૂમાફિયાઓ દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરતાં હોય તે સ્થળે ખાણ-ખનિજ વિભાગ અને પોલીસે સંયુકત રેડ કરી હતી. રેઈડ દરમ્યાન ૧૭ જેટલા ટ્રેકટર સહિત ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદી માંથી ભુમાફિયા ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ધમધમી રહ્યો છે. ઘુસર ગામે ગોમા નદીમાં ચાલત રેતી ખનનના કાળા કારોબારને ડામવા માટે જીલ્લા વહીવટી તંત્રને ગ્રામજનોની રજુઆત મળી હતી. જેના આધારે થોડા મહિના અગાઉ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા, ખાણ-ખનિજ વિભાગ દ્વારા સંયુકત રેઈડ કરવામાં આવી હતી અને ૨૦ જેટલા રેતી ભરેલ વાહનો કબ્જે લેવામાં આવ્યા હતા. સાથે ઘુસર ગામે ગોમા નદીમાં રેતી ખનન રોકવા માટે પોલીસ થોડી ઉભી કરવામાં આવી હતી. જેને લઈ થોડા સમય માટે રેતી ખનન માફિયાઓ ઉપર રોક લાગી હતી. ઘુસર ગોમા નદી માંથી પોલીસ થોડી હટાવતા પૂન: રેતી માફિયાઓ રેતી ખનન તરફ વળ્યા હતા. ગોમા નદીના પટ માંથી રેતી ખનન કરતાં રેતી ખનન માફિયા પૂન: સક્રિય થતાં આજરોજ વહેલી સવારે જીલ્લા વહિવટી તંત્ર ખાણ-ખનિજ વિભાગ અને પોલીસ દ્વારા ભૂમાફિયાઓને ડામવા માટે ઘુસર ગામે ગોમા નદીમાં સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેઈડ કરવામાં આવી હતી. ગોધરા ખાણ-ખનિજ વિભાગ અને પોલીસની અલગ -અલગ ટીમો દ્વારા રેઈડ કરવામાં આવતાં ૧૭ જેટલા ટ્રેકટર સહિત ૮૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.અને રેતીના ટ્રેકટરો વેજલપુર પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. કાલોલના ઘુસર ગામે ગોમા નદી માંથી ખાણ-ખનિજ વિભાગની મંજુરી કે લીઝ વગર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતાં સરકારી તિજોરીને મોટું નુકશાન થવા પામ્યું છે. ખાણ-ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા રેતી ખનન થયેલા સ્થળની જીપીએસ સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી છે. અને કાયદાકીય દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.