કાલોલના ધૂસર ગામમાં નલ સે જલ યોજનાના કનેકશન શોભાના ગાંઠિયા પાણી વગર ગ્રામજનોને રઝળપાટ

કાલોલ,કાલોલ તાલુકાના ઘૂસર ગામના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે નલ સે જલ યોજના હેઠળ આપવામાં આવેલા નળ કનેક્શન શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, એક વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં નળમાં પાણીનું ટીપું આવ્યો નથી, પરંતુ નળ તૂટી પડ્યા જેને લઈ અહિયાના સ્થાનિકોને એક બેડું પાણી માટે ધોમધખતા તાપમાં રઝળપાટ કરવાનો વારો આયો છે.

કાલોલ તાલુકાના ઘૂસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વલમપરી ફળિયામાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે. નલ સે જલ યોજના અંતર્ગત જે પણ નલ કનેક્શન આપવામાં આવ્યા છે, તે હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે તો કેટલાક નલ તુટી પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નલ કનેક્શન આપતી વખતે જે તે કોન્ટ્રેક્ટરે કામમાં વેઠ ઉતાર્યો છે, તેમજ નળ ના કનેક્શન આપ્યા પણ તેના પર ચકલી બેસાડવામાં આવી નથી. એક વર્ષ ઉપરાંત નો સમય વીતવા છતાં આજદિન સુધી અહીંના સ્થાનિકોને પાણીનું ટીપું મળ્યો નથી અને હાલ તમામ નળના કનેક્શન હલતા નળ બની બેઠા છે. જેના કારણે અહીંના મહિલાઓ પાણી માટે બે થી ત્રણ કિમિ દૂર જવા મજબુર બન્યા છે. જ્યારે પશુપાલકોને પશુઓ માટે પીવા પાણી નથી. ત્યારે આ નલ સે જલ યોજનામાં માત્ર નળ છે પાણી.