કાલોલના ધુસર અને પરૂણાને જોડતો ગોમા નદી પરનો કોઝ વે ધોવાતા 6 જેટલા ગામોના વાહન વ્યવહાર ઉપર અસર

કાલોલ તાલુકાના ધુસર થી પરૂણા ગામને જોડતો ગોમા નદી પરનો કોઝ વે નદીમાં આવેલા પુરને લઇ ધોવાઈ જતાં 6 જેટલા ગામોના વાહન વ્યવહારનેુ અસર થવા પામી છે.

કાલોલ તાલુકાના ઉપરવાસમાં પડેલ વરસાદને લઇ ગોમા નદી બે કાંઠે થઇ હતી. નદીમાંં નવા નીરની આવક પણ થઈ હતી. ત્યારે ધુસર અને પરૂણા ગામને જોડતા ગોમા નદી પરનો કોઝ વે પાણીને લઈ ધોવાયો હતો. કોઝ વે ધોવાઇ જતાં પરૂણા, અડાદરા, ભુખ, ફણસી અને આથમણા ગામને જોડતા વાહન વ્યવહાર ઉપર અસર થવા પામી છે. કોઝ વે તુટતા લોકો અને કિલોમીટરના લાંબા આંટા મારવાનો સમય આવ્યો છે.