અમદાવાદ, કલોલ પાસેના ધૈધુ ગામે લગ્નના વરઘોડામાં પાણી ઉડાડવા બાબતે માથાકૂટ થઈ હતી જે મારામારી સુધી પહોંચી ગઈ હતી મારામારીમાં એક શખ્સને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે હુમલો કરનાર ચાર જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કલોલ તાલુકાના ધેધુ ગામે લગ્ન પ્રસંગે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડામાં છોકરાઓ નાચી રહ્યા હતા ત્યારે તેઓ પાણી પણ ઉડાડી રહ્યા હતા બોટલોમાં ભરેલા પાણી ઉડાડતા હતા જેથી પાણી ડીજેના લેપટોપ ઉપર પડતું હતું ત્યારે મેલાજી દીપંજી ઠાકોરે પાણી ઉડાડી રહેલા પરેશ દેવાજીને કેમ પાણી ઉછાળે છે તેમ કહી બોલાચાલી કરી હતી ત્યારબાદ વરઘોડો પતી જતા તે હાથમાં ધોકો લઈને આવી ચડયો હતો અને તેનો ઉપરાણું લઈને આશિષ અરવિંદજી ઠાકોર તથા અરવિંદજી મંગાજી ઠાકોર અને નરેશજી કરસનજી ઠાકોર પણ આવી ચડયા હતા તેઓએ પરેશજી દેવાજી તથા રમેશજી ઉદાજી ઉપર હુમલો કરીને માર માર્યો હતો અને રમેશજીની આંગળી મચકોડી નાખતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને ફેક્ચર થયું હોવાનું માલુમ પડયું હતું બનાવ અંગે પોલીસે રમેશજી ઉદાજી ઠાકોરની ફરિયાદના આધારે હુમલો કરનાર ચાર જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.