કાલોલ,
કાલોલ તાલુકાના એરાલ ગામે રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 26,040/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામે વરીયા ફળીયામાં રહેતા અરવિંદ અનોપભાઈ બારીયા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખેલ હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ પ્લાસ્ટીક કવાટરીયા નંગ-280 કિંમત 26,400/-રૂપીયાના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કરતાં આ બાબતે વેજપુર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.