કાલોલના દોલતપુરા ગામે ધર માંથી 44 હજારનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

કાલોલ, કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતા ઈસમ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ધંધો કરતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઇડ દરમિયાન કિંંમત 44,645/-રૂપીયાનો ઈંંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાંં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતા દિલીપસિંહ ઉર્ફે દિલો સામંતસિંહ રાઠોડ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખીને ધંધો કરતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધરમાં રાખેલ ઓફિસર વ્હીસ્કી પ્લાસ્ટીક કવાટર નંગ-141, ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ પ્લાસ્ટીક કવાટર નંગ-28, સુપર સ્ટોંગ બીયર ટીન નંગ-18, રોયલ સ્ટ્રોંગ વ્હીસ્કી કાચના બોટલ નંગ-6, મેકડોલ વ્હીસ્કી કવાટર નંગ-45, ઓરેન્ઝ રમ વોડકા નંગ-46, વ્હાઈટ વોડકા કાચના કવાટર નંગ-46, ક્ધટ્રી ડીલક્ષ વ્હીસ્કી પ્લાસ્ટીક કવાટર નંગ-55 મળી કુલ બોટલ, બીયર, કવાટર મળી નંગ-369 કિંંમત 44,645/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી મળી નહિ આવતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.