ગોધરા, કાલોલ તાલુકાના એલ.સી.નં.32 (કિ.મી.445/2022) ડેરોલ ખરસાલીયા બ્લોક એકશન ઓન વડોદરા, ગોધરા બીજા ડેરોલ રેલ્વે સ્ટેશન પાસે રોડ ઓવરબ્રીજની કામગીરી ચાલુ હોય કાલોલ, ડેરોલ, બલેરીયા, સામમણા, કલ્યાણા, વચ્છેસર, ઉદલપુર, સેવાલીયા તરફથી આવતાં જતાંં તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર તા.10/11/2023થી બ્રીજની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે સદંતર બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કાલોલ, ડેરોલ, બલેરીયા, સાતમણા, કલ્યાણા, વચ્છેસર, ઉદલપુર, સેવાલીયા તરફથી આવતા જતા તમામ ભારે વાહનો કાલોલ-વેજલપુર-ટુવા-ઉદલપુર-સેવાલીયા તરફથી આવતા જતા તમામ ભારે વાહનો કાલોલ-વેજલપુર-ટુવા-ઉદલપુર-સેવાલીયા રૂટ ઉપરથી આવ-જા કરી શકશે.
રેલ્વે ફારક નં.32 પરના રોડ ઓવરબ્રીજનુંં કામ તા.7/11/2024 સુધી પૂર્ણ કરવાનું રહેશે. કાલોલના ડેરોલ સ્ટેશન રેલ્વે ઓવરબ્રીજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાયતી હોય ભારે વાહનોને લઈ સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ કાલોલ માર્ગ અને મકાન વિભાગ ગોધરાના ટ્રાફિકની સમસ્યાને લઈ વાહનોના રૂટ બદલાવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાના પત્રને ધ્યાને લઈ જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ આશીષકુમાર દ્વારા રોડ ડ્રાઈવર્ઝનને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરી અમલવારી શરૂ કરાવાઈ.