કાલોલ ડેરોલ સ્ટેશન રોડ ઉપર કંથાનના કોથળા ભરેલ ટેમ્પામાં આગ લાગી

કાલોલના ડેરોલ સ્ટેશન પરથી પસાર થતાં એક ખાલી કંતાન કોથળા ભરેલ ટેમ્પોમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી ઉઠતા ચાલકે સમયસર ટેમ્પોને નિર્જન વિસ્તારમાં રાખીને ખાલી કરી નાંખતા જાનહાનિ ટળી હતી.

કાલોલ શહેરના સ્ટેશન રોડ પર શામળદેવી પાટીયાથી પસાર થઈ ડેરોલ સ્ટેશન તરફ જતાં ટેમ્પોમાં ભરેલા ખાલી કંતાન કોથળામાં આગ લાગવાની ધટના ધટી હતી. જેથી ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ટેમ્પોને નિર્જન વિસ્તારમાં ઉભો રાખી સળગતા કોથળાઓને નીચે ફેંકી દીધા હતા. સ્થાનિક લોકોએ પાણી સહિત હાથવગા પ્રયોગોથી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે મોટાભાગના કંતાન કોથળા સળગી જતાં સામાન્ય નુકસાન થયુ હોવાની ધટના ધટી હતી. ટેમ્પો ડ્રાઈવરના જણાવ્યાનુસાર નજીકના મલાવ રોડ સ્થિત એક રાઈસ મીલમાંથી ખાલી કંતાન કોથળા ભરી ડેરોલ સ્ટેશન ખાતે એક વેપારીને પહોંચાડવા માટે નીકળ્યો હતો. દરમિયાન ટેમ્પોમાં આગ કેવી રીતે લાગી હશે એ અંગે કોઈ ચોકકસ કારણ જાણી શકાયુ નથી.