કાલોલ,કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન માર્કેટિંગ યાર્ડના શોપિંગ સેન્ટરમમાં આવેલ એક મેડિકલ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે આગ લાગતા લોકોના ટોળાની સાથે ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ડે.સરપંચ રમેશભાઈ તલાટી પણ ધટના સ્થળે પહોંચી ગયા હતા. જયાં તેઓએ કાલોલ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરતા ટીમ ધટના સ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવી બાજુમાં આવેલ પ્લાસ્ટિક કટલરીની દુકાનમાં આગ પહોંચે તે પહેલા આગને કાબુમાં લેતા સોૈેએ હાશકારો અનુભવ્યો હતો. દુકાનમાં મુકેલ ફ્રીઝમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગતા દુકાનમાં મુકેલ મેડિકલ દવા-ગોળીનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ધટનાની જાણ કાલોલ પોલીસને થતાં તે પણ ધટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.