કાલોલના ડેરોલ અને ખરસાલિયાના રેલ્વેના પ્રશ્ર્નોના નિરાકરણ માટે પ.રેલ્વે સંધર્ષ સમિતિ દ્વારા રજુઆત

ગોધરા,

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના પ્રચાર માટે કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે કાલોલ તાલુકા પંથકની સમસ્યાઓ ઉજાગર થવા પામી હતી. જે સમસ્યાઓ અંતર્ગત પશ્રિમ રેલ્વે સંધર્ષ સમિતિની રજુઆત અનુસાર કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન અને ખરસાલિયા ખાતે પાછલા ચાર વર્ષથી રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે ચઢેલી છે. જેને કારણે સ્થાનિક અસરગ્રસ્તો અને વાહનચાલકો ચાર વર્ષથી ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે. જે સત્વરે પુરી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તદ્ઉપરાંત કાલોલ તાલુકાના કેન્દ્ર સમાન ડેરોલ સ્ટેશન ખાતે વલસાડ-દાહોદ ઈન્ટરસિટી ટ્રેન ગત વર્ષથી ચાલુ કરેલ છે પરંતુ વડોદરાથી દાહોદ વચ્ચે ડેરોલ સ્ટેશનને સ્ટોપેજથી વંચિત રાખવામાં આવેલ છે. પશ્રિમ રેલ્વે સંધર્ષ સમિતિના જણાવ્યાનુસાર તાજેતરમાં રેલ્વે તંત્ર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવાથી રેલ્વે તંત્ર દ્વારા વ્યાજબી ભાડું વસુલાય અને વરીષ્ઠ નાગરિકોને હાલમાં એકસપ્રેસ ટ્રેનોમાં મુસાફરી દરમિયાન 50 ટકા ટિકીટ ક્ધસેશનનો લાભ મળતો નથી જેથી વડાપ્રધાન વેજલપુર ખાતે આવતા હોવાથી સમસ્ત પંચમહાલ/દાહોદ જિલ્લાના પ્રજાજનો પીડનારા રેલ્વેના પ્રશ્ર્નો તેમના આગમનની સાથે નિરાકરણ પામે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.