કાલોલના દેલોલ ગામે નદીની ધસ ઉપર જુગાર રમતા બે જુગારીયા ઝડપ્યા

કાલોલ,

કાલોલ તાલુકાના દેલોલ ગામે નદીની ધસ ઉપર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના દેલોલ ગામે નદીની ધસ ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભરતભાઈ પરષોત્તમભાઇ જોષી, પ્રદિપ ચંદ્રકાન્ત હરીજનને ઝડપી પાડી કુલ 590/-રૂપીયા સાથે ઝડપી પાડવામાં આવ્યા.