કાલોલ, કાલોલના બોરૂ ગામે કસ્બા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર સ્થળે પોલીસે રેઇડ કરી એક ઇસમને 1130 રૂપિયાન મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલના બોરૂ ગામે કસ્બા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો ફરક આંકનો જુગાર રમી અને રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઇડ કરી ફીરોજસા રસુલખાન પઠાણને ઝડપી પાડી 113 0 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો. આ બાબતે કાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.