કાલોલ,
કાલોલ તાલુકાના બોરુ ગામના ગ્રામજનો દ્વારા ચાલતા રોડના કામને હલ્લાબોલ કરીને અટકાવી દેવામાં આવ્યું. રોડ માટે વપરાતું ડામરનુંં મટીરીયલ 55 કિલો મીટર દુરથી લાવતાં હોવાથી મટીરીયલ ઠંડી થઈ જતાં ગુણવતા જાળવાની ન હોવાનો આક્ષેપ સાથે અધિકારીઓનો ધેરાવ કર્યો હતો.
કાલોલ તાલુકાના બોરુ ગામે રોડની કામગીરી ચાલી રહી છે. આ રોડની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતા ડામરના મટીરીયલ અંદાજીત 55 કિલો મીટર દુરથી લાવવામાં આવતું હોય ત્યારે ડામરનું મટીરીયલ ઠંડુ પડી જવાથી ગુણવતા જળવાતી ન હોય તેવા આક્ષેપ સાથે બોરુ ગામના ગ્રામજનો દ્વારા ચાલતા રોડના કામને હલ્લાબોલ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું અને હાજર અધિકારીઓના ઉધડો લેવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને ઉડાઉ જવાબ આપતાં ગ્રામજનો ઉશ્કેરાઈને ડામર રોડની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. ડામરનો રસ્તો ગુણવતાવાળો ટકાઉ બનશે તેવો ખુલાસો કરવા ઇચ્છી રહ્યા છે.