કાલોલના બોરૂ મુવાડી દરગાહ નર્મદા કેનાલ પાસે અલ્ટીકા કાર ચાલક મહિલાને ટકકર મારતા મોત

કાલોલ,કાલોલ તાલુકાના બોરૂ મુવાડી ગામે દરગાહ નર્મદા કેનાલ રોડ ઉપર થી બાઈક ઉપર ફરિયાદી છે. તેમના પત્ની પસાર થતા હોય અને બાઈક દરગાહ નર્મદા કેનાલ પાસે રોડ સાઈડે કે ઉભી રાખી તેમના પત્ની રોડ ક્રોસ કરી કેનાલમાં પાણી પીવા જતાં હતા. ત્યારે અલ્ટીકા કાર ચાલક ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

વિસ્તૃત વિગતો મુજબ કાલોલ તાલુકાના બોરૂ મુવાડી દરગાહ નર્મદા કેનાલ રોડ ઉપરથી સુરેશભાઈ રાયસીંગભાઇ પટેલ (રહે. ખાંડીયા, તા.શહેરા) પોતાની બાઈક નં.જીજે.17.સીએમ.4058 લઈ જતા હતા અને બોરૂ મુવાડી દરગાહ નર્મદા કેનાલ પાસે બાઈક ઉભું રાખી તેમના પત્ની રોડ ક્રોસ કરી કેનાલમાં પાણી પીવા જતા હતા. ત્યારે અલ્ટીકા કાર નં.જીજે.34.એચ.8313ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી સુરેશભાઇ પટેલની પત્નીને ટકકર મારતાં માથાના ભાગે તેમજ મોઢા ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા આ બાબતે કાલોલ પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.