કાલોલના ભાદરોલી બુઝર્ગ ગામે સર્વે નં.405 વાળી જમીન અનુસૂચિતજાતિના લોકોની હોય તે પડાવી લેવા ખોટા દસ્તાવેજ કરી લઈ રેવન્યુ રેકર્ડના નામ ચડાવી પડાવી લેવાનું ષડયંત્ર કરાયું

  • આરોપીઓએ જાતિઅપમાનિત કરતાં ફરિયાદ.

કાલોલ, કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામની સીમમાં આવેલ સર્વે નં.405 ક્ષેત્રફળ 1.33.54 હે.આ.પ્ર.વાળી સંયુકત નામે રેકર્ડમાં ચાલતી આવેલ હોય આ જમીનમાંં અરજદારના પિતા અને તેમના ભાઈઓના નામ દાખલ થયેલા છે અને આ જમીનમાં ખેતી કરી ખેત ઉત્પાદન મેળવી રહ્યા હોય આરોપીઓ ધણા સમયથી જમીન પડાવી લેવા માંગતા હોય અરજદારની ગેરહાજરીમાં 25 હેકટર જેટલી માટી ખોદી કરી ગયેલ હતા. આરોપીઓ જમીન અમારી છે. તેમ કહી જાતિ અપમાનિત કરી આ જમીનમાં દસ્તાવેજ કરાવી લીધેલ છે. જમીનના કબ્જો સોંપી દેેવા ધાકધમકી આપતાં હોય જેને લઈ અરજદાર દ્વારા કાલોલ પોલીસ મથકે લેખિતમાં રજુઆત કરાઈ છે.

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે આવેલ સર્વે નં.405 ક્ષેત્રફળ 1.33.54 હેુ.આ.પ્ર.વાળી જમીન અરજદાર મનુભાઇ ઉર્ફે મનોજભાઇ કેશવભાઇ હરીજનના સંયુકત ભાગીદારીની જમીન આવેલ છે. જે તેમના પિતા અને તેમના ભાઈઓ નામે રેવન્યુ રેકર્ડમાંં ચાલતી આવેલ છે. જમીનમાં ખેતી કરીને ખેત ઉત્પાદન મેળવી છે. ત્યારે ગામમાં રહેતા આરોપીઓ સામંતસિંહ સાલમસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ સામંતસિંહ ચૌહાણ, બલભદ્રસિંહ સામતસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ સાલમસિંહ ચૌહાણ, રમીલાબેન સામતસિંહ ચૌહાણ, અર્જુનસિંહ વખતસિંહ ચૌહાણ, ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણ છેલ્લા ધણા સમયથી અમારી પાસેથી પડાવી લેવા માંગે છે. અરજદાર અને કુટુંબીજનોની ધર હાજરીમાં ખેતર માંથી 25 ટ્રેકટર જેટલી માટી ખોદી ચોરી કરી ગયેલ હતા. ત્યારે આરોપીઓ આવીને આ જમીન અમારી છે. પગ મુકવા નહિ તેમ કહી જાતિઅપમાનિત ખેતી કરવાને લાયક નથી તેમ કહેતા તેમ કહેતા આ જમીન અમારા બાપદાદાની છે. ત્યારે આરોપીઓ મહેન્દ્રસિંહ ચૌહાણ, બળભદ્રસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચૌહાણ, રમીલાબેન ચૌહાણના નામે જમીનના દસ્તાવેજ કરાવી લીધેલ છે. આ જમીનનો કબ્જો સોંપી દેજો તેવી ધમકી આપેલ હતા. પરંતુ માથાભારે હોય જેથી પોલીસ ફરિયાદ આપી ન હતી. જ્યારે અરજદારે ખાતાના ઉતારાની નકલ કઢાવતા જાણવા મળેલ કે આરોપીઓ મોટા દસ્તાવેજી પુરાવા ઉભા દસ્તાવેજ કરાવી લઈ રેવન્યુ રેકર્ડ ઉપર આરોપીઓએ નામો દાખલ કરાવી લીધા છે. ત્યારે આરોપીઓ મહેન્દ્રસિંહ ચૌહાણ, રમીલાબેન સામંતસિંહ ચૌહાણને મળતા સમાધાન કરી અમારા નામો દાખલ કરવાની ખાત્રી આપેલ હતા. અરજદાર અને ભાઈઓ કામ ધંધા બહાર રહેતા હોય તા.24/01/2023ના રોજ અરજદાર અને તેમના કાકાના છોકરો જમીન સરખી કરવા ગયા હતા. ત્યારે આરોપી મહેન્દ્રસિંહ ચૌહાણે જાતિઅપમાનિત કરી જમીનમાં પગ મુકશો નહિ તો ધારીયા કાપી નાખીશ તેવી ધમકી આપી પોલીસ મથકમાં ખોટી ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી. ભદરોલી ગામની અનુસૂચિતજાતિના સર્વે નં.405 વાળી જમીનના દસ્તાવેજ રજી.નં.95/2003થી નોંધાયેલ છે. દસ્તાવેજમાં અરજદારને સગીર દર્શાવેલ છે. દસ્તાવેજમાં નાનાભાઇ મયજીભાઇ હરીજનના અંગુઠાનું નિશાન બનાવેલ છે. 2003માં નાનાભાઇ મયજીભાઇ હરીજન છેલ્લા પંદર વર્ષથી કામધંધાથી બહાર રહે છે. તેમણે નહિ કરેલ નથી. વિઠ્ઠલભાઇ શનાભાઇ જે જી.એસ.એફ.સી.માં નોકરી કરતા હોય તે દસ્તાવેજમાંં સહી કરવા આવેલ નથી. તેમ છતાં ખોટા માણસો ઉભા કરીને જમીનનો દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાનું કાવતરું કરેલ છે. કોઈ વ્યકિતએ જમીન વેચાણ આપી નથી. તેમ છતાં ખોટો બનાવટી માણસો ઉભા કરી દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અને જાતિઅપમાનિત કરતા હોય જેને લઈ કાલોલ પોલીસ મથકે અરજદાર મનુભાઇ ઉર્ફે મનોજભાઇ કેશવભાઇ હરીજન દ્વારા આરોપીઓ વિરૂદ્ધ લેખિતમાં રજુઆત કરી કાર્યવાહીની માંગ કરી છે.