કાલોલના બલેટીયા ગામે પાઈપમાંથી ઢોળાતુ પાણી અંગે કહેવા જતાં આરોપી ઈસમો દ્વારા મારા મારી કરતા ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના બલેટીયા ગામે આરોપીઓએ પાણીના ટેકરમાં પંચાયતના બોરમાં પાઈપ લગાવીને પાણી ભરતા હોય તે વખતે પાઈપમાં પાણી રોડ ઉપર ઢોળાતુ હોય તેથી કાદવ કિચડ થતો હોવાને લઈ ફરિયાદ પાઈપ ફાટી ગઈ છે કપડું બાંધો તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી અને તેમના છોકરાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના બલેટીયા ગામે રહેતા આરોપીઓ સુરપાલસિંહ અર્જુનસિંહ પરમાર, જીગ્નેશ વિક્રમસિંહ પરમાર પાણીના ટેન્કરમાં પંચાયતના પાણીની બોરમાં પાઈપ લગાવી પાણી ભરતા હતા તે વખતે પાઈપમાંથી રસ્તામાં પાણી ઢોળાતુ હોય અને રસ્તામાં કિચડ થતુ હોય જેને લઈ ફરિયાદ ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર એ તમારી પાણીની પાઈપ ફાટી ગયેલ છે તેને કપડું બાંધી દો રસ્તામાં પાણી ઢોળાઈ નહિ, તેમ કહેતા આરોપીઓ સુરપાલસિંહ પરમાર અને જીગ્નેશભાઈ પરમાર ઉશ્કેરાઈ ગયા હતા અને ગજેન્દ્રસિંહ અને તેમના છોકરા યુવરાજને ગાળો આપી યુવરાજને થપ્પડ મારી તેમજ ગજેન્દ્રસિંહને માથમાં કડું મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.