કાલોલ,
કાલોલ તાલુકાના બાકરોલ-શક્તિપુરા વચ્ચેની નર્મદા કેનાલની એક સાઈટ પર 7 થી 8 ફુટનુ ભંગાણ પડતા મોટી નુકસાનની ભિતી સેવાઈ રહી છે.
કાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પૈકી બાકરોલ-શક્તિપુરા વચ્ચેની નર્મદા મુખ્ય કેનાલની પુર્વ દિશાની સાઈટ તરફી એક બાજુની જગ્યાએ 7 થી 8 ફુટના ભાગમાં સીસી ચણતર તુટી ભંગાણ પડતા કેનાલની આ સાઈટ સ્થળે મોટુ નુકસાન પહોંચાડે તેવી ભિતી સેવાઈ રહી છે. કાલોલ તાલુકા વિસ્તારમાં બાકરોલ બ્રિજથી શક્તિપુરા તરફ જવાના કેનાલની ઉગમણી દિશાની સાઈટના સ્થળે કેનાલના મઘ્ય ભાગમાં બહારથી સાતથી આઠ ફુટનુ ચણતર તુટેલુ છે. પાણીની સપાટીની અંદરના ભાગે કેટલુ તુટેલુ હશે એ આકલન કરવુ મુશ્કેલ છે. પરંતુ બહારથી તુટેલા આ ભંગાણથી કેનાલમાં વહેતા પાણીના પ્રવાહના ફોર્મ અને વહેતા પાણીની થપાટોથી તુટેલી સાઈટની જગ્યાએ વધુ નુકસાન થવાની ભિતીને નકારી શકાય નહિ, તદ્ઉપરાંત મોટા ભંગાણની આસપાસ બે-ત્રણ નાના નાના બોગદા પણ જોવા મળે છે. જેથી જો સત્વરે આ નુકસાનનુ સમારકામ કરવામાં ન આવે તો ભંગાણ ધરાવતી સપાટીની આસપાસ વધુ ભંગાણ વકરતા સાઈટમાં મોટુ ગાબડુ પડવાની ભિતી સેવાઈ રહી છે.