કાલોલના બાકરોલ ગોમા નદી માંંથી રેતી ખનન કરતાં 3 ટ્રેકટર સહિત 15 લાખનો મુદ્દામાલ ખાણ ખનિજ વિભાગે ઝડપ્યો

કાલોલ,કાલોલ તાલુકાના બાકરોલ ગામે ગોમા નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન સ્થળે ખાણ ખનિજ વિભાગે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને 3 ટ્રેકટર સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.

કાલોલ તાલુકાના ગોમા નદી માંંથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે કાલોલ બાકરોલ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી માંથી રેતી ખનન કરાઈ રહ્યુંં છે. તેવી બાતમીના આધારે જીલ્લા ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરી હતી અને ખનિજ માફિયાઓના 3 ટ્રેકટરો ઝડપી સહિત 15 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ખાણ ખનિજ વિભાગ દ્વારા સીઝ કરેલ વાહનોની દંડની કાર્યવાહી હાથ ધરી હતી.