કાલોલના બાકરોલ ગામે નવીનગરી માંથી 31 હજારના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

કાલોલ, કાલોલ તાલુકાના બાકરોલ ગામે નવીનગરી ખાતે રહેતા ઈસમે પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 31,906/-રૂપીયાના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બાકરોલ ગામે નવી નગરી ખાતે રહેતા શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ એ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવીને સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રોયલો સીલેકટ વ્હીસ્કી બોટલ નંગ-67 તથા સુપર સ્ટ્રોંગ બીયર નંગ-45 મળી કુલ 31,906/-રૂપીયા મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.