કાલોલના બાકરોલ ગામ પાસે બે બાઈકો વચ્ચે થયેલ અકસ્માતમાં મહિલાને ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત

કાલોલ,કાલોલ તાલુકાના બાકરોલ ગામ પાસે ફરિયાદ રતનપુરાથી કાલોલ બેંકમાંં પાછળ મહિલાને બેસાડી આવી રહ્યા હતા. ત્યારે પલ્સર બાઈકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ફરિયાદીની બાઈકને અકસ્માત કરી પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ પહોંચાડતા પ્રાથમિક સારવાર કાલોલ રેફરલ અને વધુ સારવાર માટે વડોદરા ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા રાજકુમાર અરવિંદભાઇ રાઠોડ પોતાની બાઈક નં.જીજે.17.બીએન.9791 લઈને રતનપુરા થી કાલોલ બેંકમાં આવી રહ્યા હતા. ત્યારે પલ્સર બાઈક નં.જીજે.06. એનએચ.5984ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યા હતા. જેમાં રાજકુમાર રાઠોડની બાઈક પાછળ બેઠેલ જ્યોત્સનાબેન ભારતસિંહ પરમાર ઉ.વ.44ને નીચે પડી જતા મોઢા ઉપર અને નાક ઉપર ઈજાઓ પહોંચાડી નાશી ગયેલ હતા. ઈજાગ્રસ્ત જ્યોત્સનાબેનને સારવાર અર્થે કાલોલ રેફરલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં આઈસીયુ યુનિટમાં દાખલ કરેલ જ્યાં સારવાર દરમિયાન મરણ ગયેલ હોય આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.