કાલોલ,\ શહેરા તાલુકાના નાંદરવા ગામના ખાંટ ફળિયાના રહેવાસી ઉપેન્દ્ર રંગીતભાઈ પટેલિયા અને તેમના સાથી મિત્ર શૈલેષ ગણપતભાઈ ખાંટ બંને શેૈલેષ ખાંટની મોટરસાયકલ પર વડોદરા ગયા હતા અને કામ પતાવીને બંને ધરે પરત ફરતા હતા દરમિયાન ઉપેન્દ્ર પટેલિયા મોટરસાયકલ ચલાવતો હતો ત્યારે કાલોલ-હાલોલ હાઈવે સ્થિત અલીન્દ્રા ચોકડી પાસેની ડીલાઈટ હોટલ સામેથી પુરઝડપે પસાર થતાં સમયે સ્પીડ બ્રેકર પાસે આવતા આગળ જતા અજાણ્યા વાહનના પાછળના ભાગે તેમની મોટરસાયકલ ભટકાઈ હતી. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ઉપેન્દ્ર પટેલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજયું હતુ. જયારે મોટરસાયકલની પાછળ બેઠેલ શૈલેષભાઈને પહોંચેલી નાની-મોટી ઈજાઓને પગલે દોડી આવેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરાવીને વધુ સારવાર માટે વડોદરા સ્થિત એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ધટનાને પગલે કાલોલ પોલીસે ધટના સ્થળે પહોંચી મૃતક ઉપેન્દ્ર પટેલિયાની લાશને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.