કાલોલ,
કાલોલ તાલુકાના અડાદરા ગામમાં અસામાજીક તત્વો જે ગોમા નદી માંથી રેતી ખનન કરતા હોય તે ગેરકાયદેસર રેતી ખનન રોકવા બાબતે મારમારી કરી ધમકી આપતાં અડાદરા ગામના ગ્રામજનો દ્વારા જીલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું.
કાલોલ તાલુકાના અડાદરા ગામમાં ગોમા નદી માંથી ગેરકાયદેસર થતી રેતી ખનન કરતાં ઈસમોને રેતી ખનન કરતાં રોકવામાં આવતા હોય જેને લઈ રેતી ખનન કરતા અસામાજીક તત્વો દ્વારા અડાદરા ગામમાં મારમારી કરી ધાકધમકી આપીને ગ્રામજનોને પરેશાન કરતા હોય જેને લઈ અડાદરા ગામે ગોમા નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં તત્વોને ડામવામાં આવે તેવી માંગ સાથે અડાદરા ગામના ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંંધાવી બાદમાં જીલ્લા અધિક કલેકટરને આવેદન આપી રજુઆત કરાઈ.