કાલોલ,
કાલોલ તાલુકાના અડાદરા ગામે શુકલા નદીના પટથી થોડે દુર ગેરકાયદેસર રેતી ચોરી અટકાવવા માટે ખાણ-ખનિજ વિભાગના રેઈડ કરીને ત્રણ ટ્રેકટર રેતી ચોરી કરી લઈ જતાં ઝડપ્યા હતા. ત્યારે સાત ઈસમોએ ખાણ-ખનિજ વિભાગના સ્ટાફ ઉપર હુમલો કરી લાકડી અને છુટા હાથે મારામારી કરી ખિસ્સા માંથી રોકડ અને ધડિયાળની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના અડાદરા ગામે શુકલા નદી માંથી ગેરકાયદેસર રેતી ખનનને રોકવા માટે 22 નવેમ્બરના રોજ ખાણ-ખનિજ વિભાગના રોયલ્ટી અધિકારીએ ટીમ સાથે રેઈડ કરી હતી અને 3 ટ્રેકટરોને ચોરીની રેતી ભરેલ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે આરોપી ઈસમો ફારૂક અહેમદ કડવા ઉર્ફે કાલી, સાદીક અહેમદ કડવા, રીયાઝ અહેમદ કડવા, સાહેલ અહેમદ કડવા, હુસેન અહેમદ કડવા, સાદીક મોહમંદ અલીયા અશરફભાઈ (રહે. વેજલપુર) તેમ અમારા ટ્રેકટર કેમ રોકો છો. ત્યારે રોયલ્ટી ઈન્સ્પેકટર હિતેશભાઈ રામાણીએ ખાણ-ખનિજ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી હતી. ત્યારે આરોપી ઈસમો દ્વારા અચાનક હુમલો કરી ઝગડો તકરાર કરી સરકાર ફરજમાં રૂકાવટ કરી છુટા હાથ મારામારી કરી ગડદાપાટુનો મારમારી ખિસ્સા માંથી 2,000/-રૂપીયા રોકડા અને ધડીયાળ લુંટી લઈ ગુન્હો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.