કાલોલ, કાલોલ તાલુકાના આરા (અલવા) ગામે આરોપીઓએ વરધોડામાં અમને નાચવા દીધેલ ન હતા. તેમ કહી મારમારતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના આરા (અલવા) ગામે રહેતા આરોપીઓ લક્ષ્મણસિંહ પ્રભાતસિંહ પરમાર, ઈન્દ્રજીત રમણસિંહ ગોહિલ, દિવ્યાંગભાઈ ભેગા મળી 29 મેના રોજ ફળીયામાં વરધોડો નિકળેલ હતો. તેમાં અમને નાચવા દીધલ ન હતા. તેમ કહી અરવિંદભાઈ બળવંતભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર સાથે આરોપીઓએ મારામારી કરી લોખંડની પાઈપ અને લાકડી વડે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.