કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કિર્તનસિંહજી પૃથ્વીસિંહજી ,પીંગળી પ્રાથમિક શાળા કાલોલ ખાતેથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી

  • આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં કુલ 26 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો.

ગોધરા, આજ રોજ ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જીલ્લામાં 152 રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જીલ્લાના કાલોલ તાલુકાની કિર્તનસિંહજી પૃથ્વીસિંહજી, પીંગળી પ્રાથમિક શાળા ખાતેથી કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં કુલ 26 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ તકે મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.શાળામાં વૃક્ષારોપણ સહિત એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજાઈ હતી. આ તકે આચાર્ય વિનોભાઈ પગી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા અગ્રણી કિરણસિંહ સોલંકી, TPEO કાલોલ વિરેન્દ્રસિંહ, લાયઝન અધિકારી જગદીશભાઈ મકવાણા, ઉપસરપંચ દશરથસિંહ તથા SMC સભ્યો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.