કાલોલના MLA ફતેસિંહ ચૌહાણ સત્કાર સમારંભમાં સસ્તા અનાજના દુકાનદારો પર ભડકયા.
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સત્કાર સમારંભમાં ભડકયા : ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને આપી ચેતવણી.સત્કાર સમારંભમાં કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય થઈ ગયા ધુંઆપુઆ ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને આપી સૂચના ધારાસભ્યએ આવા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની આપી સૂચના ચાલુ કાર્યક્રમમાં જ ધારાસભ્યે મામલતદારને ફોન કરી માગ્યો જવાબ કાલોલ તાલુકાની કેટલીક સસ્તા અનાજની દુકાનોનો વહીવટ પરવાનેદાર ની જગ્યાએ બીજા ચલાવતાં હોવાનું ધારાસભ્યના ધ્યાને આવતા જિલ્લા કક્ષાએ તપાસ માટે કરી રજુઆત આગામી દિવસોમાં પરિણામ નહિ મળે તો ધારાસભ્ય આ મુદ્દે લેશે પગલાં કાર્ડ ધારકને ઓછું અનાજ આપી બહાર વેચાણ કરી સરકાર બદનામ થાય એવી પ્રવૃત્તિ નહિં સાંખી લેવાય :ફતેસિંહ ચૌહાણ કાલોલના સરકારી અનાજના ગોડાઉન માંથી કરોડોનું અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ અગાઉ પણ બહાર આવતાં કાલોલ રહ્યું હતું સુર્ખિયોમાં.