કાલોલના માતાવાળા ફળીયામાં આઈ.પી.એલ. ક્રિકેટમાં સટ્ટો રમાડતા સ્થળે રેઈડ કરી બે ઈસમોને 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

કાલોલ,કાલોલ માતાવાળા ફળીયામાં રહેતા ઈસમ પોતાના ધરનો દરવાજો બંધ રાખી આઈ.પી.એલ. 2023 રોજ રમાતી ક્રિકેટ મેચ જીવંત પ્રસારણને જોઈને ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી બે જુગારીયાઓને 60,090/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ માતાવાળા ફળીયામાં રહેતા તસ્લીમ સાલમીન અરબ પોતાના ધરમાં દરવાજા બંધ રાખીને આઈ.પી.એલ. 2023ની મેચનો સટ્ટાબેટીંગનો જુગાર રમાડે છે. તેવી બાતમી એલ.સી.બી. પોલીસ મળતા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પંજાબ કીંગ ઈલેવન અને ગુજરાત ટાઈટન ટીમ વચ્ચે રમાતી ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ મોબાઈલ ફોન ઉપર જોઈ મેચના દરેક બોલના સેશન્સ જોઈને રનરેટ, ચોગ્ગા-છગ્ગા તેમજ ઓવરો જોઈ મોબાઈલ ફોન આવેલ ઈન્ટરનેટના માધ્યમથી ક્રિકેટ મેચની ઓનલાઈન માસ્ટર આઈડી દ્વારા ક્રિકેટ સટ્ટા પ્રવૃતિ કરતાં તસ્લીમ ઉર્ફે આરીફ સાલમીન અરબ, કલી મુદ્દીન કયામુદ્દીન શેખને ઝડપી પાડયા હતા. રેઈડ દરમિયાન પોલીસે મોબાઈલ ફોન નંગ-10 કિંમત 33,500/- રૂા., લેપટોપ-1 કિંમત 20,000/-રૂા., ઈલેકટ્રીક બોર્ડ ચાર્જ કિંમત 500/-રૂા. અને રોકડા 6,090/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. પોલીસે બે આરોપી ઝડપી અન્ય જાબીર ઉર્ફે ટોટો અજીતભાઈ ધાંચી, ઈલ્યાસ ઉર્ફે અલ્લો મીર્ઝા, મુસ્તુફા ઉર્ફે તન્ના પઠાણ, રાજુ મારવાડી, રફીક જરોડીયાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ બાબતે કાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.