કાલોલ મનરેગા શાખાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી વેજલપુર ગ્રામ પંચાયત બાદ વાંછાવાડના કામો કાગળો ઉપર

કાલોલ,પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાની એક બાદ અનેક ગ્રામ પંચાયત વિવાદોના ચર્ચામાં આવી રહી છે. કાલોલ ટી.ડી.ઓ.ની રહેમ નજર હેઠળ મનરેગાના અધિકારીઓ આખે પાટા બાંધીને પોતાનો વિકાસ કરવા સરકારી નાણાંનો સદ્દઉપયોગ કરી કાગળો ઉપર ઘોડા દોડાવી રહયા છે. થોડા સમય પહેલાં વેજલપુર ગ્રામ પંચાયતના મનરેગાના કામો પણ કાગળો ઉપર કરી ઘોડા દોડાવવામાં આવ્યા હતા. જેના સમાચારો અનેક વખત પ્રસિધ્ધ થયા હતા અને ત્યારબાદ વાછાવાડ ગ્રામ પંચાયતમાં પણ મનરેગાના કામો કાગળો ઉપર થયા હોવાથી ગામના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરવામા આવી છે, તેમ છતાં જાડી ચામડીના બની બેઠેલા અધિકારીઓને કોઈ ડર રહયો ન હોય તેવું લાગી રહયું છે. જ્યારે આજનો યુગમાં ફાસ્ટ જમાનો હોવાથી દરેક ગામોમાં લોકો એટલા જાગૃત બની ગયા છે. તેઓ જાતેજ પોતાના વિસ્તારમાં કેટલાક કામો થયા છે. ઓનલાઈન ચેક કરી લે છે, જેથી એવું લાગી રહયું છે કે, ટી.ડી.ઓ. જાતે મનરેગાના અધિકારીઓને ખુલ્લો આશીર્વાદ આપી રહયા છે. જેથી મનરેગાના અધિકારીઓ પોતાનો વિકાસ કરવામાં વ્યસ્ત બની ગયા છે. જેથી અનેક વખત નાગરિકોની લેખિત રજૂઆતો હોવા છતાં અરજદારોને કોઈ ચોક્કસ પરિણામ મળતું ન હોવાથી સાબિત થાય છે કે, તમામ અધિકારીઓ મિલ બાટ કે ખાવામાં રસ છે.