![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2020/12/hqdefault.jpg)
- રેગ્યુલર સર્કલ ઓફિસરના વ્યહાર બાકી હોય તેવા અરજદારનું લીસ્ટ ઈન્ચાર્જ સર્કલને સોંપાયું.
- ઈન્ચાર્જ સર્કલના વચેટીયા તરીકે સ્ટેમ્પ વેન્ડર રશ્મિભાઈ પરમારે ફોન ઉપર સર્કલના નામે વ્યવહારની માંંગણી કરી.
- કાલોલ મામલતદાર કચેરીમાં વ્યવહાર વગર નોંધ મંજુર થતી નથી.
- વ્યવહારના નાણાં ન આપતાં નોંધ રદ કરવાની ધમકી.
- સ્ટેમ્પ વેન્ડર એ સર્કલ ઓફિસરના નામે પૈસા માંગ તો ઓડિયો વાયરલ.
- આવા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ત્યારે કાર્યવાહી થશે ખરી ?
- કચેરીમાં લાંચ રૂશ્ર્વત અને એજન્ટ પ્રથા નથી તેવા સ્લોગનવાળા બેનરો નીચે ચાલતો ભ્રષ્ટાચાર.
કાલોલ,
પંચમહાલ જીલ્લા કાલોલ મામલતદાર કચેરીમાં પોસ્ટર લગાવીને લાંચ રૂશ્વત માંગણી કરાય તો બોર્ડમાં દર્શાવેલ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી જાણ કરવી. તેવા બોર્ડ લગાડવામાં આવ્યા છે. સાથે મામલતદાર કચેરીમાં એજન્ટ પ્રથા ચાલતી નથી. અરજદાર જાતે નોંધ પડાવી શકે છે. તેવા સ્લોગન લખેલા હોય તેવી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડર વચેટીયા તરીકે કામગીરી કરે છે. સર્કલ ઓફિસરના નામે ખુલ્લે આમ વ્યવહાર માંગતો ઓડિયો ફરતો થયો છે. હાલ કાલોલ સર્કલ ઓફિસર તરીકે ચાર્જ સંભાળતા અધિકારી દ્વારા વચેટીયા રાખીને લાંચ માંગવામાં આવતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે શું આવા ભ્રષ્ટાચારને છાવરવામાં આવશે કે પછી કોઈ કાર્યવાહી કરાશે.
કાલોલ મામલતદાર કચેરીમાં અધિકારીઓ અથવા કર્મચારીઓ દ્વારા લાંચ માંગણી કરવામાં આવે તો લાંચ રૂશ્વત કચેરીના ટોલ ફ્રી નંબર ઉપર ભ્રષ્ટાચાર ફરિયાદ કરવાના બોર્ડ લગાડવામાં આવ્યા છે. સાથે મામલતદાર કચેરી કાલોલમાં એજન્ટ પ્રથા ચાલતી નથી. અરજદાર નોંધ પડાવવા માટેની પ્રક્રિયા જાતે કરશે. તેવા સ્લોગન સાથેના બોર્ડ જાગૃતિ માટે મૂકવામાં આવ્યા છે. તેમ છતાં જાણે કાલોલ મામલતદાર કચેરીમાં જમીનમાં નોંધ પડાવવા માટે વ્યવહાર ન અપાય તો ત્યાં સુધી કામ થતું નથી. મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતાં રશ્મિભાઈ પરમાર જે સર્કલ ઓફિસરના વચેટીયા તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે. મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે કામગીરી કરતાં રશ્મિભાઈ પરમાર દ્વારા સર્કલ ઓફિસરના નામે લાંચની માંંગણી કરે છે અને ર્સકલ ઓફિસરને નોંધ મંજુર કરવા માટે ૪ હજાર રૂપીયા આપવા પડશે. તેમ ટેલીફોન વાત કરી હતી અને જો આજે રૂપીયા નહી આપો તો નોંધ રદ કરી દેશે. તેમ જણાવ્યું હતું. જેને લઈ અરજદાર સ્ટેમ્પ વેન્ડર રશ્મીભાઈ પરમારને મળ્યા હતા. ત્યારે જણાવ્યું હતું કે, રેગ્યુલર સર્કલ ઓફિસરના જે અરજદારો પાસે વહેવાર બાકી છે. તેવા અરજદારોનું લીસ્ટ હાલના ઈન્ચાર્જ સર્કલ ઓફિસરને લીસ્ટ આપવામાં આવ્યું છે. જેથી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતાં રશ્મિભાઈ પરમારને કેટલાક અરજદારો પાસેથી નોંધ પડાવવાના વ્યવહાર પેટે પૈસાની લેવડ-દેવડ બાકી હોય તેવા અરજદારોના મોબાઈલ નંબર અને કાચી નોંધ સાથેનું લીસ્ટ આપવામાં આવ્યું હતું. જેને લઈ સ્ટેમ્પ વેન્ડર રશ્મિભાઈ પરમાર જે અરજદારોનો વ્યવહાર બાકી હોય તેવા અરજદારોનો સંપર્ક કરે છે અને વ્યવહારના નાણાં નહિ આપો તો નોંધ રદ કરવામાં આવશે. તેમ અરજદારો સાથે હાલના ઈન્ચાર્જ સર્કલના નામે વાત કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે.
કાલોલ મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ નોંધ મંજુર કરાવવા માટે વચેટીયાને રોકીને લીસ્ટ આપીને લાંચ પેટેના વ્યવહારની માંગણી કરવામાં આવતી હોવાનો ઓડિયો ફરતો થયો છે. ત્યારે આવા ભ્રષ્ટાચાર આચરતા સર્કલ ઓફિસર અને વચેટીયા ઉપર કોઈ કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ખરી ?